ઉલ્ટા પડેલા ચંપલ :
કોઈ કોઈ ઘરના કમ્પાઉંડમાં પ્રવેશતા જ ચંપલ કે બુટ ઉંધુ પડેલું જોવા મળે તો એને અપશુકન ગણવામાં આવે છે. વાસ્તવમાં ઘરના સભ્યો બિનજવાબદાર ગણાય કારણ કે જુએ છે બધાં જ પરંતુ કોઈ એને સીધું કરવાનું સમજતા નથી..

આ ઘટનાને અપશુકન સાથે શું લેવાદેવા ? એ જ રીતે કોઈ જમીન પર પગ ઘસડીને ચાલતુ હોય કે પછી પલંગમાં બેસીને લબડતા પગ હલાવ્યા કરે તો એને કહેવાય છે કે આ રીતે કરવાથી ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય છે. વાસ્તવમાં આ બધી અસભ્યતાની નિશાનીઓ છે જે વ્યક્તિને પ્રેમથી સમજાવવાથી દૂર થઈ શકે છે. પરંતુ બધાએ માની લીધું છે કે આર્થિક નુક્શાનના ડરથી જ બધા સીધા ચાલે છે આથી કોઈ પણ ખોટી આદત છોડાવવા માટે લાગલું જ ‘ લક્ષ્મી ચાલી જશે’ એમ કહેવાય છે.

આત્મવિશ્વાસથી ભરપૂર માણસ શુકન-અપશુકન પર આધારિત રહેતો નથી.
પોતાના બાહુબળના આધારે એ અશક્યને શક્ય કરી શકે છે.

ન કરતો ભાગ્યની પરવા હું ખુદ એને ઘડી લઉં છું, 
ગ્રહો વાંકા પડે તો એને સીધા ગોઠવી દઉં છું.

આત્મવિશ્વાસની સાથે-સાથે ઈશવિશ્વાસ આવશ્યક છે. 
માનવ પ્રયત્ન અને ઈશકૃપાથી બધું જ સંભવ છે.