કોઇ પણ વ્યસનમાંથી મુક્ત બનવા માટે સૌ પહેલાં મન મક્કમ હોય એ અનિવાર્ય શરત છે. અત્રે પ્રસ્તુત છે વ્યસનમુક્ત બનવાના ૬ ક્રમશઃ તબક્કા વ્યસન છોડતાં પહેલાં…
કોઇની મદદ માંગતા અચકાવવું જોઇએ નહિ.
કુટુંબીજનો અને મિત્રોને તમારી આસપાસ ધૂમ્રપાન કરતા અટકાવો.
ધૂમ્રપાનની સુગંધ ટાળવા માટે તમારાં કપડાંની નિયમિત રીતે ધોલાઇ કરો.
ધૂમ્રપાન શા માટે છોડી દેવા માગો છો. તેના તમામ કારણોની નોંધ રાખો
દરેક દિવસે તમારી પહેલી સિગારેટની શરૃઆત ૧ કલાક મોડી કરો.
તમે જે દિવસે ધૂમ્રપાન છોડી દેવાનંુ નક્કી કર્યું હોય તે દિવસે આખો દિવસ અન્ય કાર્યમાં વ્યસ્ત રહો. જેમ કે સિનેમા જોવા જાવ અથવા કસરત કરો. તમારી જિંદગીને બીજી અન્ય બાબતો સાથે સાંકળો.
કોઇપણ એક તારીખ નક્કી કરો અને ધૂમ્રપાન અટકાવવાની યોજના તૈયાર કરી રાખો. વળી તેમાં જે પદ્ધતિ હાથવગી છે તેના પર વિચાર કરો.

એવા સંજોગોમાં જ ધૂમ્રપાન કરજો કે જ્યારે તે પરિસ્થિતિ અને સંજોગો તમને અનુકૂળ ના હોય અને આનંદદાયક ના હોય. તમે અન્ય સાથે ધૂમ્રપાન કરવાનુ વિચારતા હો તો એકલાજ ધૂમ્રપાન કરો.
તમે જે તારીખે ધૂમ્રપાન છોડી દેવા માંગતા હો તેના બે અઠવાડિયા પહેલા જ તે બ્રાન્ડથી ઓછા નિકોટીન વાળી સિગારેટ પીવાનું ચાલુ કરો.
તમે ક્યારેય તમારી એશ ટ્રે ને ખાલી ન કરો. તે તમને તે બાબતની યાદ આપશે કે દિવસ દરમ્યાન તમે કેટલી સિગારેટ અને રૃપિયાનો ધુમાડો કર્યો છે. કદાચ તે તમને ગમે પણ નહિ..
તમે ફરીથી ધૂમ્રપાન ચાલુ કરવાના છો તેવું કદાપિ વિચારતા નહિ. જો ધૂમ્રપાન છોડવાનો વિચાર આવે તો તરત જ તેનો તે જ સમયે ઉપયોગ કરવો.
વ્યસન તમને લલચાવે ત્યારે
નિકોટીનનો વિકલ્પ વિચારો.
વ્યસ્ત રહો, સિનેમા જોવા જાવ થોડી કસરત કરો. નવો પ્રોજેક્ટ શરૃ કરો.
તમારી રોજિંદી કાર્યશૈલી બદલો. તમે જ્યાંથી સિગારેટ ખરીદતા હો તેવી દુકાને જવાનું ટાળો
ભોજનના અંતે એવો ખોરાક લેવો કે જેથી તમને ધૂમ્રપાનની તાલાવેલી ન થાય.
ધૂમ્રપાન કરતી વ્યક્તિઓ સાથેનો સત્સંગ ટાળો અને ધૂમ્રપાન નહિ કરતા મિત્રો સાથે વધુ સમય વિતાવો.
તમારા હાથને સતત વ્યસ્ત રાખો. ચિતરામણ કરો, ગુંથણ કરો, ટાઇપ કરો અથવા તો જેની સાથે સંપર્ક ગુમાવી બેઠા હોય તેને ઇ-મેલ કરો. ક્રોસવર્ડની રમત પણ રમી શકાય.
ભરપૂર પ્રવાહી લો. એક ગ્લાસ પાણી અથવા ફળોનો શુદ્ધ રસ અને ધીમે ધીમે તેનો આનંદ લેતા રહો.
તમને લાગે કે કોઇ વસ્તુ તમારા દાંતમાં રહી ગઇ હોય તો તમારી પાસે ટુથપીક મોંમાં રાખો. ગાજર ખાવ. સેલેરીનું કચુંબર ખાવ.
જો તમને ગાડી હંકારતી વખતે ધૂમ્રપાનની ટેવ હોય તો ધૂમ્રપાનના બદલે ધીમંુ સંગીત સાંભળો. અથવા તો જાહેરવાહનોનો ઉપયોગ કરો.
એવું વિચારવું નહિ કે ધૂમ્રપાનથી બીજાને તકલીફ થશે નહીં. અવશ્ય બીજાઓને તકલીફ થતી જ હોય છે.
જમવાનો સમય નિયમિત જાળવો
જમતી વખતે શું ખાવ છો, તેની કાળજી લો. વધુ પડતા સ્નીગ્ધ, મીઠાવાળા અથવા તો નાસ્તાનો પ્રયોગ ટાળો.
શરીરને વધુ પડતા નિકોટીનના બંધાણી ના થવા દો. વધુ પાણી પીઓ, તાજાં ફળો, શાકભાજી, દાણા અને રેસાવાળા પદાર્થોનો ઉપયોગ કરો.
તમારી જમવાની ખરાબ ટેવોને સુધારો, દૂધ પીઓ જેને સામાન્ય રીતે લોકો ધૂમ્રપાનની ટેવથી વિરુદ્ધ ગણે છે
તમારા રોજિંદા કાર્યક્રમમાં ફેરફાર લાવો. જુદા જુદા સમયે જમવાનું લો. ભરપૂર ભોજન લેવાના બદલે થોડા થોડા સમયના અંતરે નાસ્તો કરવો. જુદી જુદી ખુરશીઓનો ઉપયોગ કરવો. તમારા ર્ફિનચરની ગોઠવણીની વ્યવસ્થા પણ બદલતા રહો.
જમવાનું કેટલું ઝડપથી પૂરું થઇ શકે તે માટે વિચારો, સંગીત વગાડો, ફળોનાં ટુકડા લો, મિત્રોને ફોન કરવા ઊભા થાવ.
જમ્યા પછી ધૂમ્રપાન કરવાના બદલે જમ્યા પછી દાંત ઘસવાની ટેવ પાડો.
ધૂમ્રપાનની સાથે સાથે લેવાતા દારૃ, મદિરા, કોફી અને અન્ય નમકીન ચીજ લેવાનું ટાળો.
સકારાત્મક પગલાં
તમારી જાતને વધુ વ્યસ્ત બનાવો. બસમાં જવાનાં બદલે અથવા ગાડી ડ્રાઇવિંગ કરવાના બદલે ચાલવાની ટેવ પાડો. લીફટનાં બદલે પગથિયાં, દાદરનો ઉપયોગ કરો. કસરતોના પરિણામે તમારું શરીર તાજગીવાળુ રહેઝો અને તમારી નૈતિક કાર્યક્ષમતા વધશે.
એવી પ્રવૃત્તિઓ શોધી કાઢો જેમાં તમારે ધૂમ્રપાન અશક્ય હોય. દા.ત. નૃત્ય, બાગકામ, કસરતો, ગાડીને સાફ કરવી, ફૂવારાનંુ સ્નાન લેવું.
તમારી આજુબાજુની ચીજવસ્તુઓથી તમને કંટાળો આવે અથવા નકામી લાગે તો તેને બદલી નાખો અથવા તો તેમાં ફેરફાર કરો. અન્ય વસ્તુઓ મૂકો.
સિગારેટના બદલે મોંમાં અન્ય ચીજ મૂકી શકાય હોય તેવી વસ્તુઓ તમારા હાથવગી રાખો. દા.ત. પીપરમીન્ટ,ગોળી, ચોકલેટ, ગાજર, સફરજન, કચંૂબર, સલાડ, દ્રાક્ષ, કિસમિસ વિગેરે લો.
તમારાં કુટુંબીજનો અને મિત્રોને જણાવી દો કે તમે ધૂમ્રપાન છોડી દીધું છે. જો તમે ધૂમ્રપાન કરતા પકડાઇ જશો તો તમને ચોક્કસપણે મૂંઝવણ થશે.
તમારી સાથે ક્યારેય સિગારેટ લઇ ના જાવ. તમારા ઘેર, તમારી બેગ અથવા તો તમારા કામના સ્થળે સિગારેટ ના રાખો. અન્ય પાસે સિગારેટની માંગણી ના કરવી. સહેલાઇથી ન મળે તેવી રીતની વ્યવસ્થા ગોઠવો.
તમારી પાસેના સિગારેટ બોક્ષ, દીવાસળીની પેટીઓ, લાઇટર અને એશ-ટ્રે વિગેરેને ફેંકી દો.
તમાકુ અને સિગારેટના કારણે તમારા પીળા પડી ગયેલા દાંતને તમારા દાંતના ડોકટર પાસે અવશ્યપણે સાફ કરાવો.
હંમેશા તમારું મોઢું ચોખ્ખું અને દુર્ગંધયુક્ત રહે તેની કાળજી લો. તેનાથી તમારો ચહેરો પ્રફુલ્લિત રહેશે અને તમારા દાંતની નિયમિત બ્રશ વડે સફાઇ કરો અને માઉથ વોશનો નિયમિત ઉપયોગ કરો.
તમારા મૂડને ખરાબ કરે તેવા કેફી પદાર્થો દારૃ, મદિરા જેવા અન્ય પદ્દાર્થો લેવાનું ટાળો. તેની બીજા વિકલ્પો વિચારો કે જેનાથી તમારો મૂડ સચવાઇ રહે.
તમારો પાર્ટનર જો ધૂમ્રપાન કરતો હોય તો તેને ધૂમ્રપાન છોડી દેવા સમજાવો. અને તેને એટલું તો અવશ્ય કહો કે તમારી હાજરીમાં ધૂમ્રપાન ના કરે.
સકારાત્મક વિચારો અપનાવો. સિગારેટ છોડવી કદાચ અણગમતી બાબત હશે. પરંતુ તમને તમાકુની બદી અને ગંભીર અસરોથી ચોક્કસપણે બચાવશે. અને તમારા શરીરમાં સુધારો જણાશે.
મનમાં નિર્ણય કરો
સિગારેટ સળગાવવાના બદલે ધૂપસળી કે મીણબત્તી સળગાવો
સિગારેટ સળગાવવાનાં બદલે અન્ય સાથે પોતાની જાતને વાત-ચીતમાં પરોવો.
પીવાના સ્ટ્રોના સિગારેટના આકારનાં ટુકડા કરે અને તેના વાટે હવા લો.
તમારી સિગારેટના રાખને એકમોટા વાસણમાં ભેગી કરો. તમને દેખાશે અત્યાર સુધીમાં તમે કેટલી સિગારેટનો ધુમાડો કરી નાંખ્યો. અને પૈસાનો પણ ધુમાડો થયો તેની ગણતરી કરો.
દસ ઊંડા શ્વાસ લો અને છેલ્લા શ્વાસે સળગતી દીવાસળીને ધીમેથી ઓલવી નાખો. અને વિચારો કે આ સિગારેટ જ છે અને તેને કચડી અને એશ-ટ્રેમાં નાંખી દો. મનમાંથી નકારાત્મક વિચારોને તિલાંજલી આપી દો.
જ્યારે તમારી તલપ હદ કરતા વધી જાય ત્યારે ઝોકાં ખાવો, ઊંઘી જાવ, હુંફાળા પાણીથી અથવા ફૂવારાથી સ્નાન કરો. ધ્યાન ધરો.
જો તમારા હાથમાં સિગારેટ છે તેવું તમારે ભૂલવું હોય તો તમારે તેને પેન્સિલ અથવા પેપર ક્લીપ છે તેવું વિચારી હાથમાં રમાડયા કરો.
તમને એવું કયું કારણ મળ્યું કે તમે ધૂમ્રપાન કરી રહ્યા છો તે શોધી કાઢો અને તે કારણથી ચેતતા રહો.
જ્યારે પણ તમારી સિગારેટ પીવાની તલપ જલદ બને તરત જ તમે ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરો. અને શ્વાસશ્વાસની ક્રિયા ઝડપી બનાવો.
ફાયદાઓનો વિચાર કરો
૯૦ દિવસનું કેલેન્ડર તૈયાર કરો અને ધૂમ્રપાનને રોકવાના કારણે એક દિવસમાં કેટલી બચત થઇ તેનો હિસાબ જે તે દિવસનો કેલેન્ડરમાં લખો.
ધૂમ્રપાન છોડી દીધુ હોય તે તારીખની દર માસે ખાસ રીતે ઉજવણી કરવી.