શીતળા ની સાતમ

આપણાં દેશનાં દરેક વિસ્તારમાં,દરેક સમાજમાં અનેકવિધ પ્રકારની રુઢીઓ,માન્યતાઓ,પરંપરાઓ તથા રિવાજો દરેક કાળે ચલણમાં રહેતા આવ્યા છે.

મોટા ભાગનાં રિવાજો તો સામાજિક અથવા ધાર્મિક બાબતો સાથે સંબંધિત હોય છે.તેમાંયે તહેવારોની વિશિષ્ટતા તો વળી વિશિષ્ટ જ હોય છે.!!તહેવારોની ઉજવણીના મૂળમાં કંઇક ને કંઇક સામાજિક, ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક, ભૌગોલિક કે રાષ્ટ્રીય ઘટનાઓની મહત્ત્વની ભૂમિકા રહેલી હોયછે.માટે તહેવારો હંમેશા આવકાર્ય હોય છે.

પરંતું “શીતળા સાતમ” એક એવો તહેવાર અથવા પરંપરા છે કે,જેની પાસે ઉપર વર્ણવેલમાંથી એકેય ભૂમિકા નથી. તેની પાસે માત્ર ને માત્ર એક જ ભૂમિકા છે અને તે છે,-“આપણાં સમાજની હળાહળ મૂર્ખતાનું જ્વલંત પ્રતિબિંબ.”

શીતળા સાતમને દિવસે લોકો શીતળા માતાનાં મંદિરે જાય.દર્શન,પૂજન કરે.જે ગામમાં શીતળાનું મંદિર ન હોય ત્યાં શેરી-ગલી નાં બહેનો માટીમાંથી શીતળા માતાની મૂર્તિ બનાવી,ચોકમાં સ્થાપન કરીને તેનું પૂજન કરે.દુધની ધારાવાળી સાથે તેની પ્રદક્ષિણા કરે.પોતાના બાળકોનાં તંદુરસ્ત દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરે. કુલેર અને શ્રીફળનો પ્રસાદ વહેંચે.વળી સાતમની ભવ્ય તેયારી માટે ચાર દિવસ અગાઉથી તો વિવિધ વાનગીઓ રાંધવાનું ચાલુ થઇ ગયું હોય. રાંધણ છઠનાં દિવસે બપોર પછી ચોઘડિયુ જોઇને ચૂલા ઠારી નાંખે.સાતમને દિવસે બધાએ ફરજિયાત ટાઢું એટલેકે વાસી ભોજન જ આરોગવાનું. અને આવું નાસ્તાની રીતે તો છેક ભાદરવી અમાસ સુધી ચાલે.

— ભૂમિકા–

“શીતળા”(ચેચક,#smallpox)

નામનો એક મહાભયંકર , ઘાતક ચેપી રોગ હતો.અઢારમી સદીમાં તેનાં ચેપી પ્રકોપથી વિશ્વમાં વીસ કરોડથીય વધુ લોકો મોતને ભેટ્યાં હતાં.આ રોગનો ઈલાજ કોઈની પાસે નહતો.ભારતનાં પંડિતોએ આ રોગને ” દૈવી પ્રકોપ” તરીકે જાહેર કરી દીધો.તેની પૂજા,પ્રાર્થના,આરાધના કરવાથી જ શીતળાનાં પ્રકોપથી બચી શકાશે તેવો ભ્રમ ઊભો કર્યો.” શીતળા માતા” ની કલ્પના કરી.સ્થાપના કરી.પૂજા ચાલુ કરી.આજે બસો વર્ષમાં તો તે પરંપરા બની ગઈ.તેનાં નામનો તહેવાર પણ ચાલુ થઇ ગયો.

એજ અરસામાં બ્રિટનમાં તા. 17-5-1749 નાં રોજ “એડવર્ડ જેનર” નો જન્મ થયો.ભણીગણીને તે ડૉક્ટર-વૈજ્ઞાનિક થયો.શીતળાનાં રોગથી ટપોટપ મરતાં લોકોને જોઇને તેનું દિલ દ્રવી ઉઠ્યું.અનેક દિવસોની રાત-દિવસની સખત મહેનતને અંતે તેમણે “શીતળા ની રસી” ની શોધ કરી.સહુ પ્રથમનો જોખમી પ્રયોગ પોતાનાં દીકરા ઉપર કર્યો. જે સફળ રહેતા તે રસીકરણનું વિશ્વવ્યાપી અભિયાન ‘યુનો” નીઆગેવાની હેઠળ શરું થયું.અંતે ઇ.સ. 1980 સુધીમાં આ રોગને સમગ્ર વિશ્વમાંથી નાબૂદ કરવામાં સફળતા મળી. આજે વિશ્વમાં ક્યાંય પણ શીતળાનો એક પણ દર્દી નથી.

આજે આપણાંમાં થી ઘણાં બધાનું અસ્તિત્વ કદાચ એડવર્ડ જેનર ને કારણે જ છે.આપણે કેવા નગુણા છીએ કે ,એડવર્ડ જેનરનો ઉપકાર ભૂલીને શીતળા માતાના મંદિરો બનાવીને તેને પૂજીએ છીએ.!!

આપણે કેવી મૂર્ખ પ્રજા છીએ કે,જે માતાજીનું કદી પણ અસ્તિત્વ જ ન હતું કે જે કદીયે જન્મી પણ ન હતી તેવી માત્ર કાલ્પનિક “શીતળા માતા”ની પૂજા કરીએ છીએ.!!

આપણે કેવા ડફોળ છીએ કે,એક “રોગ” નાં મંદિરો બનાવીને તેને પૂજીએ છીએ.!!

મારા દેશનાં, હે બુધ્ધિમાન સજ્જનો તથા બુધ્ધિશાળી સન્નારીઓ ,જો તમારે મંદિરમાં પૂજા કરવી જ હોય તો પછી– એડવર્ડ જેનર નું મંદિર બનાવીને તેની પૂજા કરો.તેનું ઋણ અદા કરો.

બાકી ચાર દિવસનાં તહેવારમાં ચાર દિવસનું વાસી ખાઈને માંદા પડવાનાં ધંધા રહેવા દો.

જુગારનાં પાટલા માંડવાને બદલે કાંઇક સામાજિક કાર્ય કરીને આનંદ મેળવો.

દારૂ નાં ધામમાં જવાને બદલે પરિવારને લઈને કોઈ પ્રાકૃતિક સ્થળે ફરવા જાવ.

Via : Friend Whatsapp Msg

નોંધ : નીચેના વિડીયો ને 👆પોસ્ટ સાથે કઈ લેવાદેવા નથી..

#ગજબ #ધર્મ #ધતિંગ #ઢોંગ #અંધશ્રદ્ધા #આંધળી #mukeshh